બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો, હવે AAPના એકપણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય

બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો, હવે AAPના એકપણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય

| Edited By: | Updated on: Dec 19, 2023 | 9:51 PM

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત બિલકુલ અફવા છે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ ક્યારેય ભાજપમાં સામેલ નહીં થઈએ. તો જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ભાજપમાં જવાની વાતને નકારીને કહ્યું કે મતદારો સાથે દ્રોહ ક્યારે નહીં કરું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહી જોડાઉં.

બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો દાવો કરતા કહ્યું છે કે હવે AAPનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે, પરંતુ અમે કોઈ ભાજપમાં જોડાવવાના નથી.

આ પણ વાંચો ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું

આ ઉપરાંત ધારાસભ્યે કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત બિલકુલ અફવા છે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ ક્યારેય ભાજપમાં સામેલ નહીં થઈએ. તો જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ભાજપમાં જવાની વાતને નકારીને કહ્યું કે મતદારો સાથે દ્રોહ ક્યારે નહીં કરું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહી જોડાઉં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો