48 દિવસ બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવાને મળ્યા શરતી જામીન, નર્મદા, ભરૂચની હદમાં ન રહેવા મુકાઈ શરત

|

Feb 01, 2024 | 9:20 PM

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાને 48 દિવસ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. શરતી જામીન સાથે ચૈતર વસાવાનો જેલમાંથી છુટકારો થયો છે. તેમને નર્મદા અને ભરૂચની હદમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ત્યારે જેલમાંથી છૂટતા જ તેમણે ભાજપ પર પ્રહાર કર્યા અને લોકસભા ચૂંટણી માટે જનતાના સહકારની માગ કરી.

નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાનો 48 દિવસ બાદ શરતી જામીન સાથે જેલમાંથી છૂટકારો થયો છે. છેલ્લા 48 દિવસથી જેલમાં બંધ ચૈતર વસાવાને નર્મદા અને ભરૂચની હદમાં ન પ્રવેશવાની શરતે જામીન મળ્યા છે. ત્યારે ચૈતર વસાવા હવે ગાંધીનગરના સેક્ટર સાતમાં જ રહેશે અને વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપશે. જેલમુક્કત થતાની સાથે જ તેમણે ભાજપ પર પ્રહાર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો: આત્મવિશ્વાસથી ભરેલુ મોદી સરકારનું વચગાળાનુ બજેટ: કેમ પૂર્ણ વિશ્વાસમાં મોદી સરકાર ? જાણો શું છે રાજકીય સંકેત

આપને જણાવી દઈએ કે ચૈતર વસાવાએ જેલમાંથી મુક્ત થયા બાદ મોવી ખાતે આદિવાસી ભાષામાં સમર્થકોને સંબોધન કર્યું… કહ્યું કે, તમારા પ્રશ્નોને વિધાનસભામાં ઉઠાવીશ સાથે જ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની છે. સાથે લોકોનો સાથ પણ માંગ્યો હતો અને કહ્યું હતું કે, ચૂંટણીમાં એક અઠવાડીયાનો સમય પ્રચાર માટે તમારે આપવો પડશે.

નર્મદા ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video