AAPમાં જોડાતાની સાથે જ આ નેતા વિવાદોમાં ઘેરાયા, મહિલાએ કાસ્ટિંગ કાઉચનો લગાવ્યો આરોપ
આરોપી ભગુ વાળા વિશ્વાસ ફિલ્મ્સ નામની વીડિયો મેકીંગ એજન્સીના માલિક છે. આથી યુવતિને મોડેલ (Model) બનાવી ફેમસ કરવાની લાલચ આપી પોતાના ફ્લેટ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.
ગીર સોમનાથના (Gir somnath) વેરાવળમાં AAP નેતા ભગૂ વાળા સામે કાસ્ટિંગ કાઉચનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, ભગૂ વાળા વર્ષોથી વેરાવળ (Veraval) શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ધરાવતા હતા. પરંતુ થોડા દિવસ પૂર્વે જ AAPમાં જોડાતાની સાથે જ તેઓ વિવાદમાં ઘેરાયા છે. પ્રસિદ્ધ કરાવાની લાલચે શહેરની એક મહિલા પર દુષ્કર્મ આચર્યાની ફરીયાદ નોંધાઈ છે. આરોપી ભગુ વાળા વિશ્વાસ ફિલ્મ્સ નામની વીડિયો મેકીંગ એજન્સીના માલિક છે અને યુવતિને મોડેલ (Model) બનાવી ફેમેસ કરવાની લાલચ આપી પોતાના ફ્લેટ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. હાલ પોલીસે યુવતીને મેડિકલ તપાસ માટે મોકલી છે અને કેસની વિગતે તપાસ આગળ ધપાવી છે.
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
તાજેતરમાં AAPમાં જોડાયેલા નેતા ભગુ વાળા વિરુદ્ધ યૂવતી એ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.આરોપી ભગૂ વાળા થોડા મહિના પહેલા કોંગ્રેસના ઉપપ્રમૂખ હતા, હાલ થોડા સમય પહેલા AAP પાર્ટીમાં જોડાયા હતા. આરોપી વિશ્વાસ ફિલ્મસ (Vishwas family) નામની વીડિયો મેકિંગ એજન્સીનો માલિક હોય, જેથી યુવતી ઓને મોડેલિંગ માટે બોલાવી તેનો ગેરલાભ લેતો હોવાનો ફરીયાદીનો આક્ષેપ છે. હાલ પોલીસે (Veraval police) ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
