ગાંધીનગર ચૂંટણીમાં ભાજપની ગેરરીતિ? AAP એ લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો વિગતવાર

ગાંધીનગર ચૂંટણીમાં ભાજપની ગેરરીતિ? AAP એ લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો વિગતવાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 5:31 PM

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલ જોવા મળી છે. તો આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાતના લિગલ સેલના પ્રેસિડેન્ટે આક્ષેપો લગાવ્યા છે.

ગાંધીનગરમાં મનપાની (gandhinagar municipal corporation) ચૂંટણી હાલમાં ચાલી રહી છે. આ ચૂંટણીમાં કેટલીક જગ્યાઓ પર વિવાદ સામે આવ્યો છે. આ બાબતને લઈને આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાતના લિગલ સેલના પ્રેસિડેન્ટે ભાજપ (BJP) પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમણે ભાજપ દ્વારા બોગસ વોટીંગ કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. એટલું જ નહીં વોર્ડના કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોને ધમકાવવી વોર્ડ છોડાવવા ફરજ પડાઇ હોવાના આક્ષેપો પણ લગાવવામાં આવી રહ્યા છે. આવામાં આ આક્ષેપો સહીત આપનું કહેવું છે કે તેઓ ભાજપની ગેરરીતિ સામે કાયદાકીય લડત આપશે. આપના લિગલ સેલના પ્રેસિડેન્ટ પ્રણવ ઠક્કરે કહ્યું કે હારના ડરે ભાજપ આવા રસ્તા અપનાવી રહ્યું છે.

જણાવી દઈએ કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં (GMC Election) અનેક સ્થળે બબાલ જોવા મળી છે. વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ થઇ છે. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાનો આપનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત સેક્ટર-15માં આપના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ટોપી પહેરીને આવેલા આપના કાર્યકરો પાસે આઈ-કાર્ડ માંગવામાં આવ્યા.

સેક્ટર-22માં મતદાર યાદીમાંથી મતદારોના નામ ગુમ થવાથી હંગામો થયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. તેમજ સેક્ટર-24માં ભાજપના કાર્યકરો ખેસ પહેરીને આવ્યાની ફરિયાદ પણ જોવા મળી. ભાટ ગામે મોટો હોબાળો જોવા મળ્યો. વોર્ડ-11 ના ભાટ ગામમાં બોગસ વોટિંગનો આક્ષેપ લાગ્યો છે. જેમાં ભાજપે બોગસ વોટિંગ કરાવ્યાનો આપનો આરોપ છે. તો ગાંધીનગર એસપીએ ઘટનાસ્થળે જઈ કરી તપાસ હતી. ભાટ ગામમાં ચૂંટણી મથકની બહાર પાર્ટીઓના ટેબલ પર લોકોની ભીડ ભેગી થઇ ગઈ. ત્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો આવ્યા સામ-સામે આવી ગયા. તો બીજી તરફ વોર્ડ-9 ના મતદાન મથક બહાર તોડફોડ પણ જોવા મળી. પ્લાસ્ટિકની ખુરશીઓ તોડી પેપર ફાડવામાં આવ્યાની ફરિયાદ થઇ છે. આપના કાર્યકરોએ ભાજપના કાર્યકરો પર તોડફોડનો આક્ષેપ લગાવ્યો હતો.

 

આ પણ વાંચો: Surat: ગુડ ટચ બેડ ટચ અંગે સમજ આપતો કાર્યકમ યોજાયો, મહિલા DCP તેમની બાળકી સાથે રહયા હાજર

આ પણ વાંચો: Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">