આપના કોર્પોરેટરના રાજીનામા બાદ ઇસુદાન ગઢવીનો પલટવાર, કહ્યું ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ

|

Feb 05, 2022 | 5:10 PM

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં સર્જાયેલા ભંગાણને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે આપના ત્રણ કોર્પોરેટરોના રાજીનામા બાદ AAP ના નેતાએ પલટવાર કર્યો છે. જેમાં ઇસુદાન ગઢવીએ કહ્યું છે કે આ અગાઉ ભાજપે 3 કરોડની ઓફર આપી હતી.

ગુજરાત વિધાનસભા ચુંટણી પૂર્વે આમ આદમી પાર્ટીમાં(AAP) સર્જાયેલા ભંગાણને લઇને રાજકારણ ગરમાયું છે. તેવા સમયે આપના ત્રણ કોર્પોરેટરોના રાજીનામા બાદ AAP ના નેતાએ ભાજપ(BJP)  પલટવાર કર્યો છે. જેમાં ઇસુદાન ગઢવીએ(Isudan Gadhvi)  કહ્યું છે કે આ અગાઉ ભાજપે 3 કરોડની ઓફર આપી હતી. તેમજ ભાજપના ખરીદ-વેચાણથી જનતા વાકેફ છે.

આ ઉપરાંત સુરતમાં AAPમાં ભંગાણ બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે, પૈસાની લાલચમાં કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે, AAPના કોર્પોરેટરને ભાજપમાં લઈ જવા બે શખ્સોએ પૈસા રોક્યાનો આરોપ લગાવ્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, એવી ચર્ચા ચાલી રહી છે કે, કાળુ અને બટુક નામના શખ્સોએ રૂપિયાનું રોકાણ કર્યું છે. કાળુ અને બટુક નામના શખ્સોને ભાજપે ટિકિટની લાલચ આપી છે. તેમણે કહ્યું કે, ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને AAPમાં ભ્રષ્ટાચારની મનાઈ કરી હતી. કોર્પોરેટરે અનેકવાર ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપવા રજૂઆત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે, વૃક્ષના થોડા પાન ખરી જવાથી વૃક્ષ પડી જતું નથી. વૃક્ષ અડીખમ રહે છે તેમ AAP પણ અડીખમ છે.

આ પણ વાંચો : Surat : વરાછામાં કાર અપાવવાના બહાને મહિલા વેપારી સાથે 3.14 લાખની છેતરપિંડી

આ પણ વાંચો : અમદાવાદના Narendra Modi સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા 6 ફેબ્રુઆરી રચશે ઇતિહાસ,  બનાવશે આ વર્લ્ડ રેકોર્ડ 

 

Published On - 4:58 pm, Sat, 5 February 22

Next Video