Rajkot Video: જામનગર રોડ પર જલારામ હોટલ નજીક 3થી 4 શખ્સોએ કરી યુવકની હત્યા

| Edited By: | Updated on: Aug 27, 2023 | 9:07 AM

રાજકોટના જામનગર રોડ પર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના જલારામ હોટલ નજીકની બની હોવાનું સામે આવ્યુ છે. જ્યાં 3થી 4 શખ્સોએ મળીને પ્રકાશ સોનારા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે.

Rajkot : રાજકોટના જામનગર રોડ પર એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના જલારામ હોટલ નજીકની બની હોવાનું સામે આવ્યુ છે. જ્યાં 3થી 4 શખ્સોએ મળીને પ્રકાશ સોનારા નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે.

મૃતક ખંઢેરી ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીઓ પણ ખંઢેરી ગામના જ હોવાનું અનુમાન છે. અંગત અદાવતમાં આરોપીઓ પ્રકાશ સોનારાની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Rajkot: યાજ્ઞિક રોડ પર બેફામ કાર ચલાવતો શખ્સ ઝડપાયો, અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર નબીરાનો Video થયો વાયરલ

તો બીજી તરફ સુરેન્દ્રનગરના મુળીના ગઢડા ગામે યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. ભાવેશ ઠાકોર નામના યુવકની હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.વિસનગરનો યુવક પ્રેમ લગ્ન કરીને ગઢડા આવ્યો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો