Rajkot: પોતાને કલકી અવતાર કહેનાર રમેશ ફેફર ફરી વિવાદમાં, પોલીસે કરી અટકાયત, જુઓ Video

Rajkot: પોતાને કલકી અવતાર કહેનાર રમેશ ફેફર ફરી વિવાદમાં, પોલીસે કરી અટકાયત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 5:47 PM

પોતાને કલકી અવતાર કહેનાર રાજકોટના રમેશ ફેફર ફરી વિવાદમાં ઘેરાયા છે. ચંદ્રયાન અને બ્રાહ્મણો પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. ફરિયાદ બાદ પોલીસે રમેશ ફેફરની અટકાયત કરી છે.

પોતાની જાતને કલકી અવતાર ગણાવતા રાજકોટનો રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં છે. તેમણે ભગવાન પરશુરામ અંગે ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. આ ઉપરાંત તેમણે બ્રહ્મસમાજની રાક્ષસ સાથે સરખામણી કરતા બ્રહ્મસમાજમાં રોષ વ્યાપી ગયો છે અને રમેશ ફેફર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રમેશ ફેફરની આ હરકતથી પોલીસે તેની અટકાયત કરી હતી. તો બ્રાહ્મણો વિરુદ્ધ થયેલી ટિપ્પણીથી બ્રહ્મસમાજ રોષે ભરાયો છે અને બ્રહ્ણસમાજના અગ્રણી હેમાંગ રાવલે કહ્યું છે કે જે રમેશ ફેફરનું મોં કાળુ કરીને આવશે, તેને અગિયાર હજાર રૂપિયામાં આવશે. બ્રહ્મસમાજ અગ્રણીએ રમેશ ફેફરને માનિસક વિકલાંગ ગણાવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad: અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા, જાણીતા સ્વીટ માર્ટમાં હાથ ધરાયુ ચેકિંગ, જુઓ Video

આ પહેલા પણ રમેશ ફેફર બફાટ કરી ચૂક્યો છે. તેણે ચંદ્રયાન-3ની સફળતા પર સવાલ ઉઠાવતા ચંદ્રયાનને એક તૂત ગણાવ્યું હતું. તેણે ચંદ્રયાન-3ને ભાજપનો ચૂંટણી પ્રચાર ગણાવ્યો હતો. ભૂતકાળમાં તે બાબા બાગેશ્વરને પણ ઢોંગી ગણાવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે રમેશ ફેફર ભૂતકાળમાં સરકારી અધિકારી હતો, પણ ત્યારબાદ અધ વચ્ચેથી જ નોકરી છોડી, રાજકોટ આવી ગયો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 26, 2023 05:46 PM
g clip-path="url(#clip0_868_265)">