ખેડાના કઠલાલમાં લંપટ શિક્ષકની કરતૂત આવી સામે, ધોરણ-4ની વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલા કરતા ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 02, 2024 | 1:31 PM

શિક્ષક કે ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને આ જ ગુરુ પાસે શિક્ષા લેવા આવતી બાળકીને શિક્ષકે છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખેડાના કઠલાલમાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરવાનો કિસ્સો સામે આવતા જ લોકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે.

ખેડાના કઠલાલમાં લંપટ શિક્ષકની કાળી કરતૂત સામે આવી છે. ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે શારીરિક અડપલા કરતાના સમાચાર સામે આવતા સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે. જે બાદ પોલીસે આરોપી શિક્ષકની કરી ધરપકડ કરી છે. 50 વર્ષના શિક્ષકની ધોરણ 4માં ભણતી નાનકડી બાળકી સાથે અડપલા કરવાના પ્રયાસો કર્યા હતા જે બાદ સમગ્ર મામલે કરતૂત સામે આવતા લોકોમાં શિક્ષક સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

શિક્ષકે 9 વર્ષની બાળકીને કરી છેડતી

ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને આ જ ગુરુ પાસે શિક્ષા લેવા આવતી 9 વર્ષની બાળકીને શિક્ષકે છેડતી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખેડાના કઠલાલમાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરવાનો કિસ્સો સામે આવતા જ લોકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો છે. ઘટનાની જાણ થતા જ શાળા સંચાલને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની કરી ધરપકડ કરી છે.

ધરપકડ કરી પોલીસે તપાસ હાથ ધરી

50 વર્ષીય લંપટ શાળા શિક્ષકે 9 વર્ષની દીકરીને સાથે અડપલા કર્યા. આ સમગ્ર મામલાની જાણ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકો આ લંપટ શિક્ષક પર કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.