VIDEO : સ્કૂલ બસના ડ્રાઈવરને એટેક આવતા વિદ્યાર્થિનીએ બતાવી હિંમત, મોટો અકસ્માત ટળ્યો

|

Feb 05, 2023 | 2:53 PM

રાજકોટ ગોંડલ રોડ પર મક્કમ ચોક નજીક ભરાડ સ્કૂલની બસના એક ડ્રાઈવરને ચાલુ ડ્રાઈવીંગ દરમિયાન એટેક આવ્યો. જો કે વિદ્યાર્થીનીએ સમય સૂચકતા વાપરીને સ્ટિયરિંગ પર કાબુ મેળવી લીધો અને અકસ્માત થતો બચી ગયો હતો.

સ્કૂલ બસના ડ્રાઈવરને એટેક આવતા વિદ્યાર્થિનીએ બતાવી હિંમત, ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ સ્ટિયરિંગ સંભાળ્યુ અને અકસ્માત થતો બચાવ્યો. છાત્રાએ સ્ટિયરિંગ સંભાળી આ બસને વીજપોલ સાથે અથડાવી જેથી બસ ત્યાં જ રોકાઈ ગઈ. રાજકોટ ગોંડલ રોડ પર મક્કમ ચોક નજીક ભરાડ સ્કૂલની બસના એક ડ્રાઈવરને ચાલુ ડ્રાઈવીંગ દરમિયાન એટેક આવ્યો. જો કે વિદ્યાર્થીનીએ સમય સૂચકતા વાપરીને સ્ટિયરિંગ પર કાબુ મેળવી લીધો અને અકસ્માત થતો બચી ગયો હતો.  નજરે આ ઘટનાને નિહાળનારે વિદ્યાર્થીનીની હિંમતને બિરદાવી છે.

ઘટનાને નિહાળનારે વિદ્યાર્થીનીની હિંમતને બિરદાવી

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર સત્ય વિજય આઈસ્ક્રીમની નજીકથી ભરાડ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી. બરાબર આ સમયે આ બસના ડ્રાઈવર હારુનભાઈ ખીરાણીને અચાનક હાર્ટ એટેક આવતા તેમણે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. આ સમયે નજીકમાં બેઠેલી એક વિદ્યાર્થીનીએ ગભરાઈ જવાને બદલે હિંમત બતાવી અને સ્ટિયરિંગ પર કાબુ મેળવ્યો. આપને જણાવી દઈએ કે કે બસમાં આ વિદ્યાર્થીની અને ડ્રાઈવર સિવાય કોઈ નહોતુ પણ રસ્તા પર અનેક વાહનો હતા. જેથી આ દિકરીની હિંમતથી મોટુ દૂર્ઘટના ટળી હતી.

(વીથ ઈનપૂટ- રોનક મજીઠિયા, રાજકોટ)

Published On - 2:34 pm, Sun, 5 February 23

Next Video