શ્રમિકોના રેસ્ક્યૂ માટે વલસાડથી ઉત્તરકાશી મોકલવામાં આવ્યુ મશીન, બુધવારે જ કરી દેવાયુ રવાના, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 24, 2023 | 12:27 PM

ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશીન રિપેર થયા બાદ આ મશીન ફરી શરુ કરવામાં આવ્યુ છે. જો કે ખાસ વાત એ છે કે માટીનું ડ્રેલીગ કરવા માટેનું એક મશીન વલસાડથી મોકલાવવામાં આવ્યુ છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 12 દિવસથી ફસાયેલા 41 શ્રમિકોનુ રેસ્કયૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ કરાયું હતું. જો કે મશીન રિપેર થયા બાદ આ મશીન ફરી શરુ કરવામાં આવ્યુ છે. જો કે ખાસ વાત એ છે કે માટીનું ડ્રેલીગ કરવા માટેનું એક મશીન વલસાડથી મોકલાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-વીડિયો : ગુજરાતના માલધારીઓ આકરાપાણીએ, ગૌચર જમીન પચાવી પાડનારાઓ સામે વિરોધ દર્શાવવા શરુ કર્યુ આંદોલન

ટનલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું હેવી ડ્રિલિંગ મશીન વલસાડમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના સ્થળ પરથી ઉત્તરકાશીના સિલ્ક્યારા ખાતેના મોકલાવવામાં આવ્યુ છે. આ મશીન સુરત લાવવામાં આવ્યુ હતુ, ત્યારબાદ તેને ઉત્તરકાશી માટે રવાના કરવામાં આવ્યુ હતુ. આજે આ મશીન બચાવ સ્થળ પર પહોંચે તેવી શક્યતા છે. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડની માલિકીનું ડ્રિલિંગ મશીન બુધવારે રવાના કરવામાં આવ્યુ હતુ. આ મશીન નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડમાં (NHCRCL) કાર્યરત હતું. સુરત જિલ્લા પોલીસ દ્વારા કોન્વે મારફતે મોકવામાં આવ્યું હતુ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 24, 2023 12:27 PM