Ahmedabad Breaking News: અમદાવાદના મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ, 25 જુગારીઓ ઝડપાયા, જુઓ Video

Ahmedabad Breaking News: અમદાવાદના મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ, 25 જુગારીઓ ઝડપાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:55 PM

અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ પડી છે. ક્રાઈમ બ્રાંચે 25 જેટલા જુગારીઓને પકડ્યા છે. મનપસંદ જીમખાનાની આડમાં જુગાર અડ્ડો ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામમાં પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના ડરથી જુગારમાં હાર-જીતનો હિસાબ પછી કરતા હતા.

Ahmedabad: અમદાવાદના દરિયાપુરના મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ પડી છે. ક્રાઈમ બ્રાંચે 25 જેટલા જુગારીઓને પકડ્યા છે. મનપસંદ જીમખાનાની આડમાં જુગાર અડ્ડો ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામમાં પટેલની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: શિવરંજની સોસાયટીમાં સ્થાનિકોની પીજીમાં રહેતી યુવતીઓ સાથે માથાકૂટ- Video

પોલીસના ડરથી જુગારમાં હાર-જીતનો હિસાબ પછી કરતા હતા. ક્રાઇમ બ્રાંચે જુગારનો હિસાબની ચિઠ્ઠીઓ, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક અઠવાડિયામાં બીજી વખત ક્રાઇમ બ્રાંચે દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં રેડ પાડી જુગારીઓને ઝડપ્યા છે. અગાઉ સ્ટેટ મોંનટરિંગ સેલે રેડ કરી 180 જેટલા જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ પકડ્યો હતો. અત્યાર સુધી 12 વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 02, 2023 08:17 AM
g clip-path="url(#clip0_868_265)">