Patan : નક્લી ઘી બાદ હવે નકલી તેલ પકડાયુ ! સિદ્ધપુર GIDCમાં 10,500 લીટર શંકાસ્પદ તેલ મળ્યુ, જુઓ Video

author
| Edited By: | Updated on: Jan 28, 2025 | 2:24 PM

પાટણના સિદ્ધપુરમાંથી GIDCમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. શંકાસ્પદ GIDC ફેક્ટરી બાદ હવે તેલનું ગોડાઉન ઝડપાઈ ગયું છે. SOGના દરોડામાં 5 થી 15 લિટરના ડબ્બાઓનું ગોડાઉન ઝડપાયું. વિવિધ કંપનીના લેબલ વાળા શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG દ્વારા ફૂડ વિભાગ અને FSLને જાણ કરવામાં આવી છે. ₹9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે અને શંકાસ્પદ તેલના સેમ્પલ FSLને તપાસ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

પાટણના સિદ્ધપુરનું GIDCમાં SOGની ટીમે રેડ પાડી હતી. બાતમી આધારે રે્ડ પાડવામાં આવી હતી. જેમાં ત્રણ પ્લોટ હતા તે ત્રણ પ્લોટમાં આખી એક ફેક્ટરી ઉભી કરવામાં આવી હતી અને આ ફેક્ટરીમાં અલગ અલગ બ્રાન્ડના નામે અલગ અલગ તેલ બનાવવામાં આવતા હતા. SOGએ બાતમી આધારે રેડ પાડતા લગભગ 8 લાખ 80,000 થી વધુનો નકલી તેલનો જથ્થો ઝડપાયો છે. એટલે કે કહી શકાય તો હજારો લિટર અખાદ્ય તેલનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તાત્કાલિક SOGએ ફૂડ વિભાગ અને FSLને જાણકારી છે.

અહીં મોટા પ્રમાણમાં અહીં લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો એક પેતરો ગોઠવવામાં આવી રહ્યો હતો. અહીં સવાલો SOGએ સીધા જ ફૂડ વિભાગ સામે ઉભા કર્યા છે. કેમ કે આ જવાબદારી સીધી ફૂડ વિભાગની રહે છે. જિલ્લામાં જ્યારે ફૂડ વિભાગ કામ કરતું હોય ત્યારે ચોક્કસ આ પ્રકારની ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખવામાં આવવું જોઈએ. પરંતુ સિદ્ધપુર GIDCમાંથી આ શંકાસ્પદ તેલનું ગોડાઉન ઝડપાયું છે. વિવિધ કંપનીના લેબલ વાળા શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે. SOG દ્વારા ફૂડ વિભાગ અને FSLને પણ આ સમગ્ર બાબતે જાણ કરાઈ છે. તેલમાં ₹9.80 લાખથી વધુ કિંમતનો જથ્થો ફૂડ વિભાગે સીઝ કર્યો છે. હાલ તો શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ FSLએ તપાસ માટે તજવીજ હાથ ધરી છે.