અંકલેશ્વર જીઆઈડીસીમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં પ્રચંડ વિસ્ફોટ થયો, જુઓ ઘટનાનો Video
અંકલેશ્વર ડિઝાસ્ટર પીવેનશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર - DMPC ના ફે ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.
અંકલેશ્વર(Ankleshwar) GIDC વિસ્તારમાં આવેલા યોગી એસ્ટેટ પાસે એક ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી. ટેમ્પોમાં આગ બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ટેમ્પોમાં લાગેલી આગને સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકોએ ગંભીરતાથી લીધી ન હતી. આગ ઉપર ફાયરબ્રિગેડ કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું હતું તે દરમ્યાન અચાનક ટેમ્પોમાં વિસ્ફોટ થયો હતો. આગ લાગી ત્યારે ટેમ્પોમાં કેમિકલ ભરેલા બેરલ લોડ કરવામાં આવ્યા હતા. વિસ્ફોટ સાથે એક વિશાલ અગનગોળો સર્જાયો હતો. આ સમયે આસપાસ ઘણા લોકો હતા જોકે સદનશીબે ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી ન હતી.
અંકલેશ્વર ડિઝાસ્ટર પીવેનશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર – DMPC ના ફે ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. આગની ઘટના બનતા આસપાસના લોકોએ બનાવની જાણ થતાં જ ડપમસીને કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતાં.અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી કેમિકલ ભરી આ ટેમ્પો યોગી એસ્ટેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી.ઘટનાના પગલે ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી બહાર નીકળી ગયો હતો જેનો બચાવ થયો હતો. ટેમ્પો આગની ઝપેટમાં આવતા જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરુ કરી છે.