ચાંદીપુરમ વાઇરસનો હવે સાબરકાંઠા અને અરવલ્લીમાં કહેર, 5 વર્ષના બાળકનું મોત, જુઓ વીડિયો

|

Jul 13, 2024 | 12:08 PM

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની અસરને લઈ એક બાળકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડબ્રહ્માના દિગથલી ગામના પાંચ વર્ષના બાળકને અસર થવાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનં મોત નિપજ્યું છે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હવે શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસના દર્દીઓ જોવા મળ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસની અસરને લઈ એક બાળકનું મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ખેડબ્રહ્માના દિગથલી ગામના પાંચ વર્ષના બાળકને અસર થવાને લઈ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકનં મોત નિપજ્યું છે.

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અન્ય એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. જેની સ્થિતિ પણ ગંભીર હોવાની વિગતો સામે આવી છે. અરવલ્લી જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસને લઈ એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના સમાચાર છે. શંકાસ્પદ કેસ અત્યાર સુધીમાં 6 જેટલા નોંધાયા હતા, જેમાંથી 4 ના મોત નિપજ્યા છે. જ્યારે 2 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. દર્દીઓના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video