AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જંબુસરના ગામમાં મગર ઘુસી આવતા ઝડપી પાડી સ્કૂટર પર વનવિભાગની કચેરીએ રવાના કરાયો, જુઓ લાપરવાહી સાથે જોખમ ખેડવાનો Viral Video

જંબુસરના ગામમાં મગર ઘુસી આવતા ઝડપી પાડી સ્કૂટર પર વનવિભાગની કચેરીએ રવાના કરાયો, જુઓ લાપરવાહી સાથે જોખમ ખેડવાનો Viral Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 10:56 AM
Share

Bharuch : ચોમાસામાં વરસાદના કારણે નદીઓ કાંઠા ઓળંગી રહી છે. ભરૂચ અને જંબુસરમાં વરસાદી પાણીમાં મગર દેખાવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં કુતુહુલ સાથે ભય જોવા મળ્યો હતો. જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે પડતા તેને ઝડપી પાડી સ્કૂટર ઉપર ફોરેસ્ટ ઓફિસે લઈ જવાયો હતો.

Bharuch : ચોમાસામાં વરસાદના કારણે નદીઓ કાંઠા ઓળંગી રહી છે. ભરૂચ અને જંબુસરમાં વરસાદી પાણીમાં મગર(Crocodile) દેખાવાની ઘટનાઓ સામે આવતા સ્થાનિકોમાં કુતુહુલ સાથે ભય જોવા મળ્યો હતો. જંબુસરના ઇસનપુર ગામે મગર નજરે પડતા તેને ઝડપી પાડી સ્કૂટર ઉપર ફોરેસ્ટ ઓફિસે રવાના કરાયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ દ્રશ્યોએ એકતરફ હાસ્યાસ્પદ સ્થિતિ તો બીજી તરફ લાપરવાહી દર્શાવી હતી.

ઇસનપુર ગામમાં મગર નજરે પડ્યો હતો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના ઇસનપુર ગામમાં મગર નજરે પડ્યો હતો. ગામના સરપંચે લોકોને આ મગરથી સલામત અંતરે રહેવા સૂચના આપી વનવિભાગને જાણ કરી હતી. ગામના રહેણાંક વિસ્તાર નજીક ઘુસી આવેલા મગરને બે – ત્રણ લોકોએ જહેમત બાદ ઝડપી પાડ્યો હતો. મગરને વનવિભાગ કચેરીએ લઈ જવાની સૂચના મળતા  આશ્ચર્ય વચ્ચે આ મગરને બે લોકો સ્કૂટર ઉપર વનવિભાગની કચેરીએ મૂકી આવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે.

મગરને સ્કૂટર ઉપર વનવિભાગ લઈ જવાયો

ઉલ્લેખનીય છે કે રહેણાંક વિસ્તારમાં મગર જેવા આક્રમકઃ જીવ નજરે પડે ત્યારે પાંજરા મૂકી અથવા તેને ઝડપી પાડી મોટા વાહનોમાં તેને વન વિભાગની કચેરીએ અને ત્યાર બાદ સલામત સ્થળે મુક્ત કરવામાં આવતા હોય છે. ઇસનપુર ગામની ઘટનામાં મગરને ઝડપી પાડી સ્કૂટર ઉપર રવાના કરવામાં આવતા આ બાબતને લાપરવાહી સાથે પણ જોડવામાં આવી રહી છે. સદનસીબે આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી પરંતુ મગર જેવા આક્રમકઃ જીવને સ્કૂટર ઉપર લઈ જવાની રીત સામે પ્રશ્નાર્થ પણ ઉઠ્યા છે.

છાપરા પાટિયા નજીક પણ મગર દેખાયો

મગર નજરે પડવાની વધુ એક ઘટના જુના નેશનલ હાઈવેને અડીને આવેલ વરસાદી કેસમાં નજરે પડી હતી. અહીં નદી નજીક હોવાથી નર્મદામાંથી મગર આવી ગયો હોવાનો અંદાજ છે. મગરને જોવા અને તસ્વીર લેવા ટોળા ઉમટ્યા હતા.

Published on: Jul 21, 2023 10:42 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">