દ્વારકા: કૃષ્ણનગરીમાં વર્ષો જૂના હનુમાનજીનું મંદિરનો થયો જીર્ણોદ્વાર, હવે ભાવિકો કરશે દર્શન

દ્વારકા: કૃષ્ણનગરીમાં વર્ષો જૂના હનુમાનજીનું મંદિરનો થયો જીર્ણોદ્વાર, હવે ભાવિકો કરશે દર્શન

| Updated on: Apr 13, 2025 | 12:41 PM

બાલાપુર વિસ્તારમાં હનુમાન દાદનું મંદિર ફરી ખુલ્યું છે અને લોકોમાં ધાર્મિક ઉલ્લાસ જોવા મળે છે. દ્વારકામાં આવેલા આ મંદિરના પુનઃસ્થાપનથી ફરી એકવાર ધાર્મિક વારસાની આગવી ઓળખ વ્યક્ત થઇ રહી છે.

દ્વારકા જિલ્લાના બાલાપુર વિસ્તારમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરીથી ખુલ્લુ મુકાયું છે. ડિમોલિશન દરમિયાન મળેલા ‘દાદાનું’ આ મંદિર છેલ્લા કેટલાય સમયથી અતિક્રમણના કારણે બંધ હતું. પણ હવે મંદિરનું રીપેરીંગ કરીને તેને પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, જેને લઇને સ્થાનીકોમાં આનંદનો માહોલ છે.

મંદિરને નવી ચમક આપી

આ મહત્વપૂર્ણ કામગીરી ગુજરાત પોલીસે સંભાળી હતી. ડિમોલિશન કામગીરી દરમિયાન મંદિરની શોધ થયા બાદ તેનો તાત્કાલિક રીપેર શરૂ કરી, મૂળ માળખું જળવાતું રાખીને મંદિરને નવી ચમક આપી છે. રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (હાલનું Twitter) પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, “અહિયાં વર્ષો જૂનું મંદિર મળ્યું છે, જેનું રીપેરીંગ કરીને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હવે ભાવિકો અહીં દર્શન કરી શકશે.”

સ્થાનિક લોકો માટે આ મંદિર ‘દાદાનું મંદિર’ તરીકે ઓળખાય છે અને એ દૈનિક પાઠ પૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલું રહ્યું છે. પરંતુ સમય જતાં જ્યારે આસપાસ અતિક્રમણ થયું, ત્યારે મંદિરમાં પ્રવેશ માટેનો રસ્તો બંધ થઇ ગયો અને પૂજા-પાઠ પણ અટકી ગયા હતા.

હવે મંદિર ફરી ખુલ્યું છે અને લોકોમાં ધાર્મિક ઉલ્લાસ જોવા મળે છે. દ્વારકામાં આવેલા આ મંદિરના પુનઃસ્થાપનથી ફરી એકવાર ધાર્મિક વારસાની આગવી ઓળખ વ્યક્ત થઇ રહી છે.