Valsad : ધરમપુર તાલુકાના હાથી ખાના વિસ્તારમાં રખડતા ઢોરના કારણે બાઈક ચાલકને નડ્યો અકસ્માત, અકસ્માતનો Video થયો વાયરલ

| Edited By: | Updated on: Aug 22, 2023 | 11:58 AM

વલસાડમાં અકસ્માતનો એક જોરદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકને અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. રાત્રે અંધારૂ હોવાથી બાઈક ચાલકને રસ્તા વચ્ચે બેસેલી ગાય દેખાઈ નહીં. તેના કારણે બાઈક ચાલકનો અકસ્માત થયો હતો.

Valsad : વલસાડમાં અકસ્માતનો એક જોરદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં એક બાઈક ચાલકને અંધારામાં રસ્તા પર બેસેલી ગાય ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે તેમ, રસ્તાની વચ્ચો-વચ્ચ ગાયો બેસેલી હોય છે.
આ પણ વાંચો : Valsad Video: નવી XUV કારની ચોરી કરનારા માસ્ટર માઈન્ડ ગેંગના બે આરોપી સકંજામાં, CCTVના આધારે તપાસ વધુ હાથ ધરી
રાત્રે અંધારૂ હોવાથી બાઈક ચાલકને રસ્તા વચ્ચે બેસેલી ગાય દેખાઈ નહીં. તેના કારણે બાઈક ચાલકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે વ્યક્તિને ઈજા થઈ હતી. તો તે સમયે પેટ્રોલિંગ કરતી ધરમપુર પોલીસે બન્ને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા.
વલસાડમાં જે અકસ્માતની ઘટના ઘટી છે, તેમાં રખડતા ઢોરના કારણે થયો છે તે સ્પષ્ટ રીતે દેખાય છે. લોકોને રખડતા ઢોરનો સમસ્યાનો સામનો ન કરવો તે માટે નિયમો બનાવવામાં તો આવ્યા છે. પરંતુ, કાર્યવાહી માત્ર કાગળ પર જ થતી હોય તેવું લાગી રહ્યું છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો