Surendranagar : સુરેન્દ્રનગરના શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મુદ્દે આરોપીઓની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. ચુડાના ચોકડી ગામનો મહાવીરસિંહ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ આપતો હોવાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગર SOGએ ચોકડી ગામના યુવક મહાવીરસિંહ સિંધવની કરી અટકાયત કરી છે. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી 176 ગ્રામ ડ્રગ્સ સાથે લોરેન્સ ગેંગના 3 સાથી ઝડપાયા હતા. સુરેન્દ્રનગરથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video
ઝડપાયેલા 3 પૈકીના બે આરોપીઓ અક્ષય ડેલુ અને વિષ્ણૂરામ કોકડ બિશ્નોઇ ગેંગના સાગરીત છે અને તેઓ લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા. આ બંને તેમની પર રાજસ્થાન સરકારે 25 હજારનું ઇનામ પણ જાહેર કરેલુ છે. રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ પણ છે. જ્યારે ત્રીજો આરોપી વિક્રમસિંહ જાડેજા કચ્છનો હોવાની માહિતી સામે આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો