VIDEO : ફરી બિનસચિવાલય પરીક્ષામાં ગેરરિતીનો મુદ્દો ધૂણ્યો, વાયરલ વીડિયો મુદ્દે ભાજપ કાર્યકરે કરી સ્પષ્ટતા
વાયરલ વીડિયોમાં ભાજપના કાર્યકર વૈભવ જોષી બિનસચિવાલયની પરીક્ષાના (Binsachivalay exam) ઉમેદવારો પાસેથી 50-50 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનુ જણાવી રહ્યા છે.
ભાવનગરના (Bhavnagar) ભાજપના કાર્યકર વૈભવ જોષીએ (vaibhav joshi) બિનસચિવાલયની પરીક્ષાના ઉમેદવારો પાસેથી રૂપિયા લીધા હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. એટલું જ નહીં વૈભવ જોષીએ દાવો કર્યો છે કે, તેના વીડિયો(Viral video) સાથે છેડછાડ કરાઈ છે જેના માટે તે જવાબદારો સામે બદનક્ષીનો દાવો કરશે. મહત્વનું છે કે, વાયરલ વીડિયોમાં વૈભવ જોષી જોવા મળી રહ્યા છે. અને બિનસચિવાલયની પરીક્ષાના (Binsachivalay exam) ઉમેદવારો પાસેથી 50-50 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાની વાત કરે છે. સાથે જ કુલ 18 લાખ રૂપિયા ઉઘરાવ્યાનો પણ દાવો કરતા જોવા મળી રહ્યા છે.
બિનસચિવાલય પરીક્ષામાં પણ ગેરરિતીના આક્ષેપ
હંમેશા વિવાદોમાં રહેનારી બિન સચિવાલયની પરીક્ષા બીજી વખત લેવાઈ ગઈ છે,છતાં વિવાદ અટકવાનુ નામ નથી લઈ રહ્યો.17 નવેમ્બર 2020ના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર ફુટતા સમગ્ર પેપર રદ્દ કરવુ પડ્યુ હતુ.આ મામલે ગુજરાત પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જે સ્થળેથી પેપર લીક થયુ હતુ તે સ્થળ પણ પોલીસને (Gujarat police) મળ્યુ હોવાનું જાણવા મળ્યું છે. બિનસચિવાલયમાં ગેરરિતી થતા મામલો ગરમાયો હતો અને વિદ્યાર્થી આંદોલન સામે સરકાર ઘૂટણીએ પડી હતી.
છેવટે સરકારે પરીક્ષા (Gov exam) રદ્દ કરવાનો વારો આવ્યો હતો.ત્યારે બીજી વખત લેવાયેલી પરીક્ષા બાદ પણ પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનુ સામે આવતા મામલો ગરમાયો છે.જો કે બીજી તરફ ભાજપ કાર્યકર્તા વૈભવ જોષીએ વાયરલ વીડિયોને પાયો વિહોણો ગણાવ્યો છે.