Rajkot Video : રાજકોટમાં 23 વર્ષીય યુવતીનું હિટ એન્ડ રનમાં મોત, પરિવારમાં છવાયો માતમનો માહોલ
રાજકોટમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ખોઈ દીધી છે. નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રક ચાલકે ટુ-વ્હિલર પર જઈ રહેલી બે યુવતીઓને ટક્કર મારી હતીઅને આ ટક્કરમાં 23 વર્ષની હેત્વીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.અને બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ છે. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોડ પર મસમોટા ખાડા હોવાના પગલે મારી અકસ્માતની ઘટના બની છે.
Rajkot News : રોડ સેફ્ટી કાઉન્સીલના ડેટા પ્રમાણે રાજ્યમાં જેટલા માર્ગ અકસ્માત થાય છે.જેમાં 73 ટકા મૃતક એવા છે. જેમની ઉંમર 18થી 45 વર્ષની હોય છે. અકસ્માતની ઘટનાઓમાં રાજ્યમાં રાજકોટ બીજા ક્રમાંકે છે. આ જ રાજકોટમાં ફરી એક 23 વર્ષની યુવતી બેદરકારી ભર્યા માર્ગ અકસ્માતનો ભોગ બની છે.
રાજકોટમાં ટ્રક ચાલકની બેદરકારીને કારણે એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરી ખોઈ દીધી છે. નવા 150 ફૂટ રિંગ રોડ પર ટ્રક ચાલકે ટુ-વ્હિલર પર જઈ રહેલી બે યુવતીઓને ટક્કર મારી હતીઅને આ ટક્કરમાં 23 વર્ષની હેત્વીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.અને બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ છે. મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રોડ પર મસમોટા ખાડા હોવાના પગલે મારી અકસ્માતની ઘટના બની છે.
આ પણ વાંચો : Rajkot: શું લોકસભા ચૂંટણીમાં સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાશે? રાજકોટમાં સીઆર પાટીલે આપ્યા આ સંકેત
મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે કોર્પોરેશને બનાવેલો નવો 150 ફૂટ રિંગરોડ માત્ર નામનો જ છે. અહીં ઠેર ઠેર ખાડાને કારણે અકસ્માતની ઘટના બને છે.આક્ષેપ એવો પણ છે કે ખાડામાં પડવાથી જ તેમની દીકરીએ એક્ટિવા પરથી કાબૂ ગુમાવ્યો અને તે નીચે પડી ગઈ હતી..જેથી સામેથી આવતી ટ્રકનું ટાયર તેના પર ફરી વળ્યું હતું.
કોર્પોરેશન નવા 150 ફૂટ રિંગરોડના નામે મોટામોટા દાવા કરી રહ્યું છે. પરંતુ રિંગ રોડના નામે અહીં સાંકડો એવો બિસ્માર રોડ છે. બંને તરફના વાહનો એક જ સાંકડા રોડ પરથી સામ-સામે પસાર થાય છે. જો કે આ અકસ્માતમાં રસ્તાની સાથે RMCની બીજી પણ બેદરકારીના આરોપ લાગ્યા હતા.
અકસ્માત વખતે હાજર લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે, કલાકોની રાહ જોયા બાદ પણ ન એમ્બ્યુલન્સ કે શબવાહિની આવી ન હતી જો કે આ આક્ષેપને મનપાના ચીફ ફાયર ઓફિસરે ફગાવી દીધા. અને કહ્યું કે, ફોન આવ્યા બાદ તુરંત જ શબવાહિની મોકલી દેવાઈ હતી.