અમદાવાદમાં કોરોનાથી લાંબા સમય બાદ મોત, 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી થયું મોત
અમદાવાદમાં કોરોનાના નવા બે કેસો સામે આવ્યા છે. હાલમાં કુલ 35 કેસો એક્ટિવ છે. તમામ કેસો પશ્વિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે.
કોરોનાને હવે ફરી ગંભીરતાથી લેવો પડે એવી સ્થિતિ આવી છે. અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.
આ પણ વાંચો અમદાવાદ : વિઝા કૌભાંડ અંગે મોટો ખુલાસો, એજન્ટોની જુદી જુદી મોડસ ઓપરેન્ડી આવી સામે
અમદાવાદમાં કોરોનાના નવા બે કેસો સામે આવ્યા છે. હાલમાં કુલ 35 કેસો એક્ટિવ છે. તમામ કેસો પશ્વિમ વિસ્તારમાંથી નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યા છે. મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે.
35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેથી કહી શકાય કે જે દર્દીઓ બહારથી અમદાવાદ આવે છે. ત્યાર બાદ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા હોય છે. તેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી