8000 દિવડાઓ વડે રામ મંદિર, ભગવાન રામ અને સરસ્વતીની દીપ આકૃતિ તૈયાર કરાઈ, હિંમતનગરમાં આહ્રલાદક રંગોળી
દિવાળીના પર્વને લઈ ઉત્સાહપૂર્વકનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરોથી લઈને બજારો સુધી દિવાળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર, મકાન અને ઓફિસો પર ઝળહળતી રોશનીઓ સજાવાઈ છે. હિંમતનગર શહેરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ એક શાળામાં પ્રતિવર્ષે દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે પણ 8000 દિવડાઓ પ્રગટાવીને દિવાળીના તહેવારોને લઈ આહ્લાદક દ્રશ્યો સર્જ્યા હતા. શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને આ દિવડાઓ પ્રગટાવવાનુ આયોજન કર્યુ હતુ.
બજારોમાં દિવાળીના તહેવારોની ભીડ ખરીદી માટે જામી છે. ઘર, મકાન અને મંદિરો પર રોશની ઝળહળી રહી છે. આમ હવે દિવાળીનો ઉત્સાહિત માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગર શહેરમાં આવેલ ગ્લોરિયસ શાળા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને પ્રતિવર્ષની જેમ આ વખતે પણ દિવડાઓ પ્રગટાવ્યા હતા. શાળાના મેદાનમાં 8000 દિવસાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ જામતારા જેવો ખેલ હિંમતનગરમાંથી ઝડપાયો! શેરબજારની ટીપ્સના બહાને ફસાવી પૈસા પડાવવાનુ રેકેટ ઝડપાયુ
દિવડાઓ પ્રગટાવીને અયોધ્યાનુ રામ મંદિર, ભગવાન શ્રી રામ અને સરસ્વતી દેવી તથા શંખ અને સ્વસ્તિકની આકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. દિવડાઓ વડે તૈયાર કરેલ આ દ્રશ્ય આહ્લાદક હતુ. ધોરણ 1 થી 12 સુધીની શાળાના 1300 વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે શાળામાં ઉપસ્થિત રહીને 90 શિક્ષકો સાથે મળી આ દ્રશ્ય તૈયાર કર્યુ હતુ. જેમાં 45 લીટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 10, 2023 08:18 AM
