પોઈચા ફરવા આવેલ 8 જણા નર્મદામાં ડૂબ્યાં, એકનો થયો બચાવ, સાતની શોધખોળ

|

May 14, 2024 | 2:28 PM

નર્મદા નદીમાં ડૂબેલા પ્રવાસીઓ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, 3 નાના બાળકો સાથે કુલ 8 લોકો ડૂબ્યા હતા. જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક તરવૈયાઓ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. જેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. બાકીના સાતની શોધખોળ કરવામાં આવી રહી છે. 

નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન ધામ પોઇચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યા છે. મૂળ અમરેલીના પરંતુ સુરતમાં રહેતા પરિવારજનો સાથે પ્રવાસન ધામ પોઈચા આવ્યા હતા. પોઈચા ખાતેની નર્મદા નદીમાં એક પછી એક નહાવા પડતા બધા તણાયા હતા. બચાવો બચાવોની બૂમ સાંભળીને સ્થાનિક તરવૈયાઓ નર્મદા નદીમાં કુદ્યા હતા. જેમા નર્મદાના નીરમાં ડૂબેલા પૈકી એક જણાને બચાવી લેવાયો હતો.

નર્મદા નદીમાં ડૂબેલા આઠ પૈકી હજુ પણ સાત લોકોની શોધખોળ સ્થાનિક તરવૈયાઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગંભીર ઘટનાની જાણ થતા જ રાજપીપળાથી ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોચ્યાં હતા.  રાજપીપળા ટાઉન પોલીસ પણ પહોચીને બચાવ અને રાહત કાર્યમાં લાગી ગઈ છે.

Next Video