Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત, જુઓ Video
ગુજરાતમાંથી કેટલીક વાર અખાદ્ય ચીજોનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના માયાણી ચોક આવેલા પટેલ ડાઈનિંગ હોલમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
ગુજરાતમાંથી કેટલીક વાર અખાદ્ય ચીજોનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે રાજકોટમાં પણ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના માયાણી ચોક આવેલા પટેલ ડાઈનિંગ હોલમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ચેકિંગ દરમિયાન વાસી શાકભાજીનો 3 કિલો જથ્થો મળ્યો હતો. વાસી ચટણી, સોસ, મેયોનીઝ, બ્રેડ પાઉ સહિતનો 8 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. જો કે અલગ- અલગ 12 સ્થળોએથી પનીરના નમૂના પણ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 8 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો હતો. જો કે ફૂડ વિભાગે અલગ – અલગ 12 સ્થળોએ પનીરના નમૂના પણ લીધા હતા.
બનાસકાંઠામાં ફૂડ વિભાગની તવાઈ
બીજી તરફ બનાસકાંઠામાં ફૂ઼ડ વિભાગ એકશનમાં આવી છે. જિલ્લાની 22 પેઢીને 47.5 લાખનો દંડ ફટકાર્યો છે. ઘી, માવો, દૂધ અને ખાદ્ય તેલના સેમ્પલ ફેઈલ થયા છે. 6 માસ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાલનપુર અધિક કલેકટરે દંડ ફટકાર્યો છે.
