મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત, પરિવારમાં શોકનો માહોલ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 07, 2025 | 2:20 PM

મહેસાણામાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. કડીમાં કરણનગર રોડ પર આવેલા સુકન બંગોલઝમાં માતા ધાબું સાફ કરવા ગઈ ત્યારે બાળકી કબાટમાં પૂરાઈ ગઈ હતી. કપડાંના કબાટમાં ગુંગળામળથી બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ગુજરાતમાં ફરી માતા-પિતા માટે ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં નાના બાળકો હોય તો તેમનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો નજર હટી તો દુર્ઘટના બની જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે આવો જ બનાવ મહેસાણામાંથી સામે આવ્યો છે. મહેસાણામાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. કડીમાં કરણનગર રોડ પર આવેલા સુકન બંગોલઝમાં માતા ધાબું સાફ કરવા ગઈ ત્યારે બાળકી કબાટમાં પૂરાઈ ગઈ હતી. કપડાંના કબાટમાં ગુંગળામળથી બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

બાળકીનું મોત થતા પરિવારમાં શોક

ઉલ્લેખનીય છે કે માતાએ બાળકીને શોધતા કબાટમાંથી બેભાન મળી આવી છે. બાળકીને હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કરાઈ છે. બાળકીના પિતા મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું સામે આવ્યું છે. બાળકીનું અચાનક મોત થતા ઘરમાં શોકનો માહોલ સર્જાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો