મહેસાણાના બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં APMCમાં પડેલી જણસી પલળી, જુઓ video

મહેસાણાના બહુચરાજીમાં 7 ઈંચ વરસાદ ખાબકતાં APMCમાં પડેલી જણસી પલળી, જુઓ video

| Edited By: | Updated on: Jul 01, 2023 | 12:35 PM

મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે APMCમાં પડેલી જણસી પલળી ગઈ છે. જણસી પલળી જતાં વેપારીઓને અંદાજે 5 કરોડથી વધુ નુકસાનની આશંકા છે.

Mehsana: ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે APMCમાં પડેલી જણસી પલળી ગઈ છે. જણસી પલળી જતાં વેપારીઓને અંદાજે 5 કરોડથી વધુ નુકસાનની આશંકા છે.

આ પણ વાંચો Mehsana: મહેસાણા ઇનોવેશન ક્ષેત્રે રાજ્યમાં પ્રેરણાસ્ત્રોત બની રહેશે- આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

બહુચરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબકતાં રેલવે અંડર પાસ સહિત અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે. બહુચરાજીથી શંખલપુર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયા છે. તો ભારે વરસાદના કારણે ડોડીવાડા, આદિવાડા સહિત ગામને જોડતો રસ્તાઓ પણ બંધ થયા છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો