Gujarat Video : અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ટ્રકની અડફેટે 7 ગાયના ઘટનાસ્થળે મોત, 3થી વધુ ઘાયલ

| Edited By: | Updated on: Jul 18, 2023 | 12:11 PM

અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતાં ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં 7 ગાયના મોત તથા 3 ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

Amreli : રાજુલાના હિંડોરણા નજીક નેશનલ હાઇવે (National Highway) પર મોડી રાતે અકસ્માતની ઘટના સામે આવી હતી. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ગાયોને અડફેટે લીધી હતી. જેમાં 7 ગાયના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 3થી વધુ ગાય ઘાયલ થઈ હતી. ટ્રક ચાલક ટ્રક લઈને ઉના તરફ નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો Rain Video: બાબરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, તોફાની પવન સાથે વરસાદનું આગમન

મોડી રાત્રે સર્જાયેલા આ કરૂણ અકસ્માતની જાણ થતાં ગૌપ્રેમીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતમાં 7 ગાયના મોત તથા 3 ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે ગૌપ્રેમીઓએ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાજ ધરી છે. તેમજ ટ્રક ચાલકને ઝડપી પાડવા ગૌપ્રેમીઓમાં ઉગ્ર માંગ ઉઠી છે.

 અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો