અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ વિવિધ જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. જિલ્લાના 3 જળાશયો તો વરસાદના કારણે છલોછલ ભરાઇ ગયા છે. રાજુલાના ધાતરવાડી ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે.જેથી ડેમના 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ગત રોજ પાણીની આવક વધુ થઇ જતા 8 દરવાજા ખોલી દેવાયા હતા. ધાતરવાડી 1 અને 2 ડેમમાં પાણીની સારી આવક થઇ છે.ત્યારે સાવરકુંડલાનો શેલદેદુમલ ડેમ પણ ઉભરાયો છે