Rajkot News : ભર ચોમાસે રાજકોટવાસીઓને પીવાના પાણી માટે મારવા પડશે વલખા, આ 6 વોર્ડ મુકાયો પાણી કાપ, જુઓ Video

|

Jun 28, 2024 | 11:47 AM

રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આજે અને આવતીકાલે પાણીકાપ મુકવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે રાજકોટમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હોવા છતા રાજકોટવાસીઓને પાણી વિહોણા રહેવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પાણી કાપ રખાતા રાજકોટ વાસીઓને ભર ચોમાસે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

રાજકોટમાં આ છ વોર્ડમાં બે દિવસ પાણી કાપ

રાજકોટમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ પાણીકાપ મુકવામાં આવ્યો છે. રાજકોટમાં કુલ 6 વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો છે. આજે વોર્ડ 11 અને 12માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. આવતીકાલે વોર્ડ 7,14,17,18માં પાણીકાપ રહેશે. આજે અંબિકા ટાઉનશીપ,પનિત પાર્ક,આકાર હાઇટ્સ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં નહીં આવે.

પાણી કાપ માટેનું આ છે કારણ

આવતીકાલે ઢેબર રોડ,ભક્તિનગર પ્લોટ,વિજય પ્લોટ,લોહાનગર,વાણીયાવાડી,ગાયત્રીનગર,શ્રમજીવી સોસાયટી,હસનવાડી,ગુજરાત હાઉસિંગ બોર્ડ,સોલ્વંટ ક્વાટર્સ,સત્યમ પાર્ક સહિતના વિસ્તારોમાં પાણીકાપ મુકવામાં આવશે. તેમજ ભાદર ડેમથી રીબડા સુધીની પાણીની પાઈપલાઈનમાં રિપેરીંગ કામ હોવાને કારણે પાણીકાપ મુકવામાં આવ્યો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:38 am, Fri, 28 June 24

Next Video