ભાજપાના 6 ટર્મના સાંસદે હૈયાવરાળ ઠાલવી, મને ટિકિટ ન મળે અને હરાવવા માટે પ્રયત્નો થયા હતા : મનસુખ વસાવા

|

Jun 06, 2024 | 9:39 AM

ભરૂચ : ગુજરાતમાં ભાજપા તમામ 26 બેઠક પર વિજયની હેટ્રિક હાંસલ કરી શક્યા નથી. બનાસકાંઠાની બેઠક પર પક્ષે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ બેઠક પર પણ લીડમાં મોટો ઘટાડો થયો છે.

ભરૂચ : ગુજરાતમાં ભાજપા તમામ 26 બેઠક પર વિજયની હેટ્રિક હાંસલ કરી શક્યા નથી. બનાસકાંઠાની બેઠક પર પક્ષે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભરૂચ બેઠક પર પણ લીડમાં મોટો ઘટાડો થયો છે. આદિવાસી વિસ્તારમાંજ આદિવાસી સંસદને મત ઓછા મળતા તેમણે હૈયાવરાળ ઠાલવી હતી.

ટીવી 9 સાથે વિશેષ વાતચીતમાં મનસુખ વસાવાએ નામ લીધા વગર કેટલાક નેતાઓ પાર નિશાન તાક્યું હતું. વસાવાએ કહ્યું હતું કે તેમને ટિકિટ ન મળે અને હરાવવા માટે પ્રયત્નો થયા હતા. આ નેતાઓએ સમય આવે ખુલ્લા પાડવાની પણ તેમેણે ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે રેતી માફિયાઓ તરફ પણ તેમણે ઈશારો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2019માં મનસુખ વસાવ 334,214 મતથી વિજયી બન્યા હતા હાલની 2024 ની ચૂંટણીમાં આ લીડ ઘટીને 85000 થઇ છે.  પાર્ટીએ જીતવા છતાં લીડમાં આટલા મોટા ઘટાડા અંગે મનોમંથમ શરૂ કર્યું છે ત્યારેમનસુખ વસવાનું નિવેદન પક્ષમાં ખળભાળાટ મચાવી રહ્યો છે.

Next Video