ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ

| Edited By: | Updated on: Dec 15, 2021 | 8:20 PM

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ છે. જેમાંથી 05 લોકો વેન્ટિલેટર પર છે અને 550 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં(Gujarat)  15 ડિસેમ્બરના રોજ કોરોનાના(Corona) નવા 53 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. જ્યારે આજે કોરોનાથી 53 લોકો સાજા થયા છે. તેમજ અત્યાર સુધી કુલ 8,17, 644 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ(Recovery Rate)  98. 71 ટકા એ પહોંચ્યો છે.

જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ છે. જેમાંથી 05 લોકો વેન્ટિલેટર પર છે અને 550 લોકો સ્ટેબલ છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી કુલ 10,100 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં 15 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકના નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો સૌથી વધારે કેસ વડોદરામાં 13, અમદાવાદમાં 08, રાજકોટમાં 07, સુરતમાં 06, નવસારીમાં 04, કચ્છમાં 03, આણંદમાં 02, જામનગરમાં 02, જામનગર જિલ્લામાં 02, ભરૂચમાં 01 , ભાવનગરમાં 01, ખેડામાં 01, પંચમહાલમાં 01, રાજકોટ જિલ્લામાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

આ ઉપરાંત ઓમિક્રોનની દહેશત વચ્ચે વિશ્વભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ત્રીજી લહેરની તડામાર તૈયારી થઈ રહી છે.તાપી રાજકોટ અમદાવાદ જસદણ ગાંધીનગર જેવા જિલ્લાઓ અને તાલુકાઓમાં ત્રીજી લહેર માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. રાજકોટ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરમાં ઓમિક્રોનના વેરિએન્ટના કેસ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે.

જેમાં વેન્ટીલેટર અને અન્ય તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે જ તાપી જિલ્લો અને જસદણ જેવા તાલુકાઓમાં RTPCR લેબ અને ઓક્સિજન પ્લાન ઉભા કરવામાં આવ્યા છે જેના પગેલે ઓક્સિજનની અછત રહે નહીં દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે અને બેડની અછત ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 555 થઈ

આ પણ વાંચો : ગુજરાત BJPના નેતાઓ ઉત્તરપ્રદેશ જવા રવાના, 165 નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં અપાઈ આ જવાબદારી

Published on: Dec 15, 2021 08:08 PM