ગુજરાતમાં દર વર્ષે ટીબીથી 5000 લોકોના મોત, સરકારનો વર્ષ 2022 સુધી ટીબી નિર્મૂલનનો નિર્ધાર

ગુજરાતમાં દર વર્ષે દોઢ લાખ નવા ટીબીના દર્દીઓમાં વધારો થાય છે. જ્યારે 5 હજાર વ્યક્તિઓ દર વર્ષે ટીબીના કારણે મોતને ભેટે છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Dec 28, 2021 | 11:41 PM

ગુજરાતમાં(Gujarat)  ટીબી(TB)  એટલે કે ક્ષયરોગના(Tuberculosis)  દર વર્ષે દોઢ લાખ જેટલા દર્દીઓ નોંધાય છે. તેમજ અંદાજે દર વર્ષે પાંચ હજાર દર્દીઓ ટીબીના કારણે મૃત્યુ(Death)  પામે છે. જો કે ગુજરાત સરકારે વર્ષ 2022ના અંત સુધીમાં ટીબી નિર્મૂલન માટેનો નિર્ધાર કર્યો છે. ત્યારે સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી રોગ સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું.

આ વિશેષ કાર્યક્રમમાં 150 જેટલા અલગ અલગ સંપ્રદાયના ધર્મગુરૂઓ હાજર રહ્યા હતા. તેમજ ધર્મગુરૂઓ થકી સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો હતો.

આ અંગે જણાવતા ગુજરાત ટીબી સોસાયટીના પ્રોજેકટ ડિરેક્ટર ડો. સતિષ મકવાણાએ જણાવ્યું હતું કે દેશભરમાં ટીબીના દર્દીઓ વધતા ચિંતાનો વિષય બની રહ્યો છે.26 લાખ ટીબીના નવા દર્દીઓ દર વર્ષે ઉમેરાય છે જેની સામે 4.26 લાખ દર્દીઓ મૃત્યુ પામે છે. ગુજરાતમાં દર વર્ષે દોઢ લાખ નવા ટીબીના દર્દીઓમાં વધારો થાય છે ત્યારે 5 હજાર વ્યક્તિઓ દર વર્ષે ટીબીના કારણે મોતને ભેટે છે.

મોટાભાગની વ્યક્તિને કોરોના થયા પછી ટીબી થવાની શક્યતા પણ વધુ જોવાઈ રહી છે આ બાબતને ગંભીરતાથી લઇ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ ગુજરાતને ટીબી મુક્ત કરવા અભિયાન હાથ ધરાયું હતું.

આ પણ વાંચો : સુરતમાં કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી, દરરોજ 10,000 ટેસ્ટ કરવા આયોજન

આ પણ વાંચો :  પેપર લીક મુદ્દે યુવરાજ સિંહની સરકારને ચીમકી, અસિત વોરા રાજીનામું નહીં આપે તો કરીશું આંદોલન

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati