ગુજરાતમાં(Gujarat)સતત કોરોનાના(Corona)કેસમાં વધારો થઇ રહ્યો છે. જેમાં સામાન્ય લોકો સાથે ત્રીજી લહેરમાં આરોગ્ય કર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ(Rajkot) સિવિલ હોસ્પિટલના 50 કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે. જેમાં અત્યાર સુધી નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મીઓ, તબીબો સહિત 50 કર્મીઓ કોરોના સંક્રમિત થતાં તંત્રની ચિંતા વધી છે. તેમજ આ તમામ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા હોવાની માહીતી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવી છે.
કોરોના સંક્રમણ વધવાની સાથે ગુજરાત સરકાર દ્વારા રાજકોટ, જામનગર સહિત 8 મહાનગરો તેમજ 17 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાદયો છે. તેમજ લગ્ન સમારોહમાં 150 લોકોની મર્યાદામાં છૂટ આપી છે. જેના પગલે લોકોએ પોતાના અનેક મોટા કાર્યક્રમો, મુસાફરી સહિતના આયોજનો મુલત્વી રાખવા પડયા છે. કોરોનાના કેસ વધતા તંત્ર પણ એલર્ટ થઇ ચૂકયું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ કોરોનાના વધતા કેસોને પગલે મુખ્ય સચિવ પંકજકુમાર રાજકોટની મુલાકાતે હતા જ્યાં તેમણે રાજકોટ,મોરબી અને જામનગર શહેર અને જિલ્લાની કોરાની સ્થિતિ અંગે સમિક્ષા કરી હતી.પંકજકુમારે કહ્યું હતું કે કોરોનાના કેસ વધી રહ્યા છે તો શા માટે વધી રહ્યા છે અને તંત્રની તૈયારી કેવી છે,કેસ ઘટાડવા માટે શું પગલા લેવા તેની સમીક્ષા કરવામાં આવી છે.મોટાભાગના લોકો હોમ આઇસોલેટ છે ત્યારે ધનવંતરી રથ અને સંજીવની રથ થકી તમામ લોકોનું નિયમીત ચેકિંગ થાય તે દિશામાં પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો :Ahmedabad: વીમા કંપનીમાં ખોટા બિલ મૂકી 18 લાખનો ક્લેઇમ પાસ કરાવી લીધો
Published On - 5:11 pm, Sun, 23 January 22