રાધનપુરઃ ઓપરેશન બાદ અંધાપાની ફરિયાદનો મામલો, દર્દીઓની સ્થિતિ અંગે સામે આવી જાણકારી, જુઓ

|

Feb 09, 2024 | 4:47 PM

પાટણના રાધનપુરમાં આંખોમાં મોતિયાને લઈ કરવામાં આવેલા ઓપરેશનમાંથી પાંચ દર્દીઓને આંખે અંધાપાની અસર થતા દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં હાલમાં દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું નિવેદન સારવાર કરતા તબિબોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે.

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ દર્દીઓને આંખે અંધાપો આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈ દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 8 દર્દીઓને ફરિયાદ સર્જાતા જેમાંથી 5 દર્દીઓને અમદાવાદ સિવિલમાં સારવાર માટે લવાયા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ રાજકોટ અને પ્રાંતિજની મસાલા ફેક્ટરીઓને લાખોનો દંડ, ફૂડ સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી

દર્દીઓને લઈ સિવિલ હોસ્પિટલના તબિબ સૌમિલ અગ્રવાલે નિવેદન કરતા કહ્યુ હતુ કે, 13 દર્દીઓના ઓપરેશન રાધનપુરમાં કરવામાં આવ્યા હતા. જેમાંથી 8 દર્દીઓને આંખની સમસ્યા સર્જાઈ હતી. આ દર્દીઓની સારવાર દરમિયાન સ્થિર હોવાનું જણાવ્યુ છે. સરકારે તપાસ માટે કમિટીની રચના કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video