કચ્છના મુન્દ્રા પોર્ટ પર પ્રતિબંધિત ખનિજના 5 કન્ટેનર સીઝ કરવામાં આવ્યા છે. બેન્ટોનાઈટ પાવડરની આડમાં ગાર્નટ ખનિજની હેરાફેરી કરી છે. 140 ટન પ્રતિબંધિત ગાર્નેટ ખનિજ વિદેશ મોકલાતું હતું. ગલ્ફ દેશોમાં મોકલાઈ કન્ટેનર રહ્યાં હતા. 50 કરોડની કિંમતનું 140 ટન ગાર્નેટ ખનિજ જપ્ત કરવામાં આવ્યુ છે. કસ્ટમની SIIB બ્રાન્ચની મોટી કાર્યવાહી કરી છે. ચીની ઉદ્યોગમાં ગાર્નેટ ખનિજની વધુ માગ છે. 5 કન્ટેનરને સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
બીજી તરફ વલસાડમાં માછલીના જથ્થાની આડમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ થયો છે. માછલીના જથ્થાની આડમાં લવાતા દારૂને પોલીસ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુંદલાવ નજીકથી દારૂના 5.23 લાખના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે સંઘ પ્રદેશ દમણથી બીલીમોરા લઈ જવાતા દારૂના જથ્થા અને ટેમ્પાને જપ્ત કર્યો છે.
Published On - 3:03 pm, Thu, 7 November 24