Rajkot : રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ, જુઓ Video

|

Oct 18, 2024 | 12:57 PM

રાજકોટમાંથી ફરી એક વાર દારુ ઝડપાયો છે. બુટલેગરોએ રાજકોટમાં દારુ ઘુસાડવાનો નવો કીમિયો અપનાવ્યો છે. કારની સીટ પાછળ સંતાડી દારુનો જથ્થો રાજકોટ લવાયો હોવાનું સામે આવ્યુ છે.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાંથી ફરી એક વાર દારુ ઝડપાયો છે. બુટલેગરોએ રાજકોટમાં દારુ ઘુસાડવાનો નવો કીમિયો અપનાવ્યો છે. કારની સીટ પાછળ સંતાડીને દારુનો જથ્થો રાજકોટ લવાયો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે 461 દારુની બોટલ સાથે બે લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર બંન્ને આરોપી રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યુ છે.

સાણંદમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ !

બીજી તરફ આ અગાઉ અમદાવાદના સાણંદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડ્યા હતા. સાણંદના ભાટિયાવાસમાં ખુલ્લી જાહેર જગ્યા અને ઘરમાં દરોડા પાડ્યા હતા. મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભૂપત ઠાકોરના મકાન અને ખુલ્લી જગ્યામાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. 2.50 લાખથી વધુ કિંમતની દારૂની 644 બોટલો મળી આવી હતી. દારૂના જથ્થા, બાઈક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ વેચનાર બે આરોપીઓની ધરપકડ કરી. મુખ્ય આરોપી ભૂપત ઠાકોર સહિત ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી છે.

Next Video