World Sparrow Day: અમરેલીના સુલતાનપુર ગામમાં 4,500 ચકલીના માળાનું વિતરણ, ચકલીઓના રક્ષણનું મહત્વ સમજાવાયુ

World Sparrow Day: અમરેલીના સુલતાનપુર ગામમાં 4,500 ચકલીના માળાનું વિતરણ, ચકલીઓના રક્ષણનું મહત્વ સમજાવાયુ

| Edited By: | Updated on: Mar 20, 2022 | 1:50 PM

ગોંડલના સુલતાનપુર ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ચકલી દિવસને વિશેષ રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ચકલી દિવસ નિમિત્તે કન્યાશાળામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

આજે વિશ્વ ચકલી દિવસ (World sparrow day) છે. ત્યારે અમરેલી (Amreli)ના ગોંડલના સુલતાનપુર ગામમાં વિશ્વ ચકલી દિવસને અનોખી રીતે ઉજવવામાં આવ્યો. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત થતી ચકલીઓને બચાવી શકાય તે માટે જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો શાળામાં યોજવામાં આવ્યા. સાથે જ ગામમાં 4,500 ચકલીના માળાનું વિતરણ (Nest distribution) કરવામાં આવ્યું.

ગોંડલના સુલતાનપુર ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ચકલી દિવસને વિશેષ રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ ચકલી દિવસ નિમિત્તે કન્યાશાળામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સુલતાનપુર ગામે ચકલી દિવસ નિમિતે 4500 ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ દિવસે કન્યાશાળામાં સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા અને લોકોમાં ચકલીઓને બચાવવાનું કેમ મહત્વ છે તે વિશે સમજાવવામાં આવ્યા. આજે શહેરી વિસ્તારોમાં ચકલીઓ લુપ્ત થતી જઇ રહી છે, ત્યારે તેમના રક્ષણ માટે જાગૃતિ પણ ફેલાવવામાં આવી.

 

ચકલીના માળા વીરા ગ્રુપ દ્વારા એક દિવસ અગાઉ બનાવવામાં આવ્યા હતા. સુલતાનપુર ગામમાં લુપ્ત થતી ચકલી માટે લોકોને વધુને વધુ ચકલી ઘર પોતાને ઘરે મુકવા પ્રોત્સાહિત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, લોકસાહિત્યકાર તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનોએ પક્ષી વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો-

નડિયાદ-અમદાવાદ હાઈ વે પર અકસ્માતમાં 4ના મોતમાં મોટો ઘટસ્ફોટ, બાઈક સવાર યુવકોની બાઈકને ટક્કર માર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

આ પણ વાંચો-

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે પડશે કાળઝાળ ગરમી, સોમવારથી ચાર દિવસ ગરમીમાં મળશે રાહત