ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર બાંગ્લાદેશીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને ગુજરાતમાંથી અત્યાર સુધી 450થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બનશે કે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ ડિપોર્ટેશનની કાર્યવાહી કરાશે. તો ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદમાંથી 200 જેટલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે.
તો બાંગ્લાદેશીઓના ડિપોર્ટેશનના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાંથી 200, અમદાવાદ ગ્રામ્યમાંથી 29, સુરતમાંથી 100, સુરત ગ્રામ્યમાંથી 77, રાજકોટમાંથી 15 અને વડોદરામાંથી 16 બાંગ્લાદેશીઓને તગેડી મૂકવામાં આવશે.
આપને જણાવી દઈએ કે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમા આખેઆખુ મીની બાંગ્લાદેશ ઉભુ કરી દેવામાં આવ્યુ હતુ. અહીં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વસી રહ્યા હતા. ગેરકાયદે આવેલા આ ઘૂસણખોરોએ વોટર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ સુદ્ધા બનાવી લીધા હતા. જો કે આ તમામની ઓળખ કરીને તેમને પરત મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલ અમદાવાદમાંથી 200 બાંગ્લાદેશી ઝડપાયા છે. રાજ્યભરમાં આવા ઘૂસણખોરો બાંગ્લાદેશીઓને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે.