આજનું હવામાન : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય ! અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય ! અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jul 26, 2025 | 8:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ચાર વરસાદી સિસ્ટમ આગામી 2 દિવસ ગુજરાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ચાર વરસાદી સિસ્ટમ આગામી 2 દિવસ ગુજરાતીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આવતીકાલે એટલે 26 અને 27 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો સ્થિતિને જોતા માછીમારોને 5 દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે. 27 જુલાઈ બાદ મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે. તેમજ ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં ભારે વરસાદ પડશે. તો 27, 28 જુલાઈએ રાજ્યના કેટલાક ભાગ જળતરબોળ થશે. આ વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત 27 બાદ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 26, 2025 07:52 AM