Gujarati Video : વડોદરામાં ખાદ્ય એકમો પર તવાઇ, 355 કિલો અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો
વડોદરામાં અખાદ્ય પનીરના વેચાણ કરનાર એકમો પર આરોગ્ય વિભાગની ટીમે સતત બીજા દિવસે પણ તવાઇ બોલાવી છે. પનીરનું ઉત્પાદન કરતા ત્રણ ઉત્પાદકોને ત્યા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.
Vadodara : વડોદરાવાસીઓ પનીર ખાતા પહેલા ચેતજો કારણ કે વડોદરામાં મોટાપ્રમાણમાં અખાદ્ય પનીર વેચાઈ રહ્યું છે. ભેળસેળિયા તત્વો તમારા આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અસલીના નામે તમને એવું પનીર પધરાવવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. અખાદ્ય પનીરના વેચાણ કરનાર એકમો પર આરોગ્ય વિભાગની ટીમે સતત બીજા દિવસે પણ તવાઇ બોલાવી છે. પનીરનું ઉત્પાદન કરતા ત્રણ ઉત્પાદકોને ત્યા આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી.
વાઘોડિયા રોડ, સમા સાવલી રોડ અને કારેલીબાગના સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 1 લાખથી વધુની કિંમતનો 355 કિલો ગ્રામ પનીરનો જથ્થો મળી આવ્યો છે. ડભોઇમાં સાંઇનાથ મિલ્ક સપ્લાયર, વડસરમાં અમૃતમ ફુડ પ્રોડક્ટ્સ અને અકોટામાં શીવમ એન્ટર પ્રાઇઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અખાદ્ય પનીરો મોટાપ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમે પનીરના જથ્થાને સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
