Banaskantha News : ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે દિનેશ બિશ્નોઈ નામના શખ્સ ઝડપાયો, જુઓ Video

Banaskantha News : ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે દિનેશ બિશ્નોઈ નામના શખ્સ ઝડપાયો, જુઓ Video

| Edited By: | Updated on: Oct 22, 2024 | 9:01 AM

બનાસકાંઠાના ડીસામાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનથી ગુજરાતમાં પશોડોડાનો જથ્થો લાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે.

ગુજરાતમાં નશાકરાક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં નશીલા પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડીસાના ઝેરડા ગામેથી પોશડોડાનો જથ્થો ઝડપાયો છે.

રાજસ્થાનથી ગુજરાતમાં પશોડોડાનો જથ્થો લાવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. દિનેશ બિશ્નોઈ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.

ઉનામાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો આવ્યો સામે

બીજી તરફ ગીર સોમનાથના ઉનામાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો સામે આવ્યો છે. બાઈકની સીટમાં દારૂ સંતાડી બુટલેગરો હેરાફેરી કરી રહ્યા હતા. LCBએ બાઇકની તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો. બુટલેગરોએ બાઇકમાં ચોરખાનું બનાવ્યું હતું.બાઈકના ચોરખાનામાંથી 66 વિદેશ દારૂની બોટલ ઝડપાઈ છે. આરોપીને LCBએ બાઇક સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉનામાં બાઇકમાં યૂક્તી પૂર્વક ચોરખાનું બનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.