ગુજરાતમાં કોરોનાના કેસમાં રાફડો ફાટ્યો, નેશનલ લો યુનિવર્સિટીમાં નવા 34 કેસ નોંધાયા

|

Apr 08, 2022 | 10:31 PM

ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં 112 વિધાર્થીઓના રેપિડ કોરોના ટેસ્ટના 34 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 33 વિદ્યાર્થીઓને સાત દિવસ માટે હોસ્ટેલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુના એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેમાંથી 32 વિદ્યાર્થીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ હોસ્ટેલમાં 250 વિદ્યાર્થીઓ રહે છે. તેમજ અચાનક કેસ વધતાં કોરોનાના વધુ કેસ આવશે તો તેનો જીનોમ સિકવન્સ કરવામાં આવશે.

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona)  ઘટતા કેસની વચ્ચે ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં નોંધાયેલા કોરોનાના કેસ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. જેમાં હોસ્ટેલના 15 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે તેની બાદ કરવામાં આવેલા 112 વિધાર્થીઓના રેપિડ કોરોના ટેસ્ટના 34 વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 33 વિદ્યાર્થીઓને સાત દિવસ માટે હોસ્ટેલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે તમિલનાડુના એક વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેમાંથી 32 વિદ્યાર્થીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ હોસ્ટેલમાં 250 વિદ્યાર્થીઓ રહે છે. તેમજ અચાનક કેસ વધતાં કોરોનાના વધુ કેસ આવશે તો તેનો જીનોમ સિકવન્સ કરવામાં આવશે. તેમજ નવા વેરિએન્ટ છે કે કેમ તે બાબતે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જો કે કોરોના કેસ આવતા અન્ય વિદ્યાર્થીઓ પલાયન થયા છે.

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં કોરોનાની રિએન્ટ્રી થઈ છે. જેમાં  યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ હોસ્ટેલમાં રહેતા 40થી વધુ વિદ્યાર્થીને તાવની ફરિયાદ છે.ગુજરાતમાં કોરોનાના કેસોના ઘટાડા વચ્ચે આજે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 08 એપ્રિલના રોજ કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. જે રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,963 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 86 છે. જેમાં 2 પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ 84 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 02 , ખેડામાં 01, , ગાંધીનગર જિલ્લામાં 02 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

 

આ પણ વાંચો :  દાહોદ : PMના કાર્યક્રમને લઇ સરકારી તંત્ર તૈયારીઓમાં જોતરાયુ, 2000 કરોડથી વધુના વિકાસ કાર્યનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આ પણ વાંચો :  ગૃહમંત્રીએ કેમ ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કાર્યવાહી કરવા સુધીની પણ વાત કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:26 pm, Fri, 8 April 22

Next Video