Bharuch : ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત, 3 ગંભીર

Bharuch : ઝઘડિયા જીઆઇડીસીમાં કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત, 3 ગંભીર

| Edited By: | Updated on: Dec 17, 2025 | 9:21 AM

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં મોટી સંખ્યામાં કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આરતી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના અંદાજે 30 કામદારોને સલામત ટ્રાંસપોર્ટના સ્થાને ટેમ્પોમાં લઇ જવાતા હતા ત્યારે અચાનક વાહન પલટી ગયું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં મોટી સંખ્યામાં કામદાર ઈજાગ્રસ્ત થયા છે. આરતી કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના અંદાજે 30 કામદારોને સલામત ટ્રાન્સપોર્ટના સ્થાને ટેમ્પોમાં લઇ જવાતા હતા ત્યારે અચાનક વાહન પલટી ગયું હતું.

કોન્ટ્રાકટરે લાપરવાહી દાખવતા કામદારો માટે સલામત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવાના બદલે તેમને ટેમ્પોમાં ઘેટાં-બકરાંની જેમ ભરી કંપનીમાંથી કોલોની તરફ રવાના કર્યા હતા. આ દરમિયાન વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં 3 કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જ્યારે અન્ય 27 કામદારોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ જીઆઇડીસી વિસ્તારમાં કામદારોની સુરક્ષાને લઈ પ્રશ્નો ઊઠ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને હવે સૌની નજર એ વાત પર છે કે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવામાં આવે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો