Amreli Rain : વડીયા પંથકમાં ભારે વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા, ઉજળા ગામમાં ગાયો તણાઈ, જુઓ Video

Amreli Rain : વડીયા પંથકમાં ભારે વરસાદ, સૂરવો ડેમના 3 દરવાજા ખોલાયા, ઉજળા ગામમાં ગાયો તણાઈ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2024 | 12:10 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે અમરેલીના વડીયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે વડીયાના સૂરવો ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલાયા છે. ડેમના દરવાજા ખોલતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

બીજી તરફ વડીયામાં ભારે વરસાદને પગલે ઉજળા ગામમાં સ્થિતિ વણસી છે. ઉજળા ગામની કમોત્રી નદીમાં ગાયો તણાઈ છે. ધસમસતા પ્રવાહમાં 6 થી 7 ગાયો તણાઈ હોવાની ઘટના બની છે. ગાયોને બચાવવાના પ્રયાસ કેમેરામાં કેદ થયા છે.

છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના સોનગઢમાં 6.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. વિસાવદરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના ઘોઘામાં 6 ઈંચ વરસાદ, વલસાડના વાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ, વલસાડમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">