AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: છાણી સ્વામિનારાયણ મંદિરના તાળા બદલવા મામલે થઇ બબાલ, મારામારીમાં થયુ એકનું મોત, જૂઓ Video

Vadodara: છાણી સ્વામિનારાયણ મંદિરના તાળા બદલવા મામલે થઇ બબાલ, મારામારીમાં થયુ એકનું મોત, જૂઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 1:04 PM
Share

મંદિરના સબ કમિટીના સભ્યોનો દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક અસામાજિક તત્વોએ મંદિર પર ગેરકાયદે કબ્જો જમાવી રાખ્યો છે. તેમની સામે નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસમાં ચાલતા વડતાલ મંદિરની તરફેણમાં આવ્યો ચુકાદો આવ્યો હતો. મંદિરની સબ કમિટીના સભ્યો તાળા બદલવા જઈ રહ્યા હતા.

Vadodara : વડોદરાના છાણી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના (Swaminarayan Temple) વહીવટ થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. મંદિરના સબ કમિટીના સભ્ય અને ગામના અન્ય લોકો વચ્ચે તાળા બદલવા મુદ્દે મારામારી થતા દિનેશ પરસોત્તમ પરમાર નામના વ્યક્તિનું મોત (Death) થયું છે.

આ પણ વાંચો-Ahmedabad: પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

મંદિરના સબ કમિટીના સભ્યોનો દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક અસામાજિક તત્વોએ મંદિર પર ગેરકાયદે કબ્જો જમાવી રાખ્યો છે. તેમની સામે નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસમાં ચાલતા વડતાલ મંદિરની તરફેણમાં આવ્યો ચુકાદો આવ્યો હતો. મંદિરની સબ કમિટીના સભ્યો તાળા બદલવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કરનારા લોકોમાં દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર અને બીજા 5 શખ્સોએ હુમલો કર્યાનો સબ કમિટીના સભ્યનો આક્ષેપ છે.

વડોદરા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">