જુનાગઢમાં માત્ર 2 દિવસમાં 3.85 લાખ લોકોએ પુરી કરી લીલી પરિક્રમા, જુઓ પરિક્રમાના આકાશી દૃશ્યો- વીડિયો

|

Nov 24, 2023 | 10:25 PM

જુનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. આ પરિક્રમા વિધિવત શરૂ થાય એ પૂર્વે બે લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમાં પૂર્ણ કરી લીધી છે. દર વર્ષે કાર્તિકી અગિયારસથી આ પરિક્રમાનો પ્રારંભ થાય છે. વહેલી સવારથી જ જુનાગઢ શહેરથી તળેટી તરફ યાત્રિકોનો પ્રવાહ સતત શરૂ રહ્યો છે.

જુનાગઢમાં અગિયારસથી શરૂ થયેલી લીલી પરિક્રમાના બે દિવસ થયા છે. જો કે માત્ર બે દિવસમાં જ 3.85 લાખથી વધુ લોકોએ આ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. લીલી પરિક્રમામા અત્યાર સુધીમાં 8 લાખ લોકો ઉમટ્યા છે. ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ છે. લીલી પરિક્રમાના રૂટ પરનો આકાશી નજારો જોતા જાણે કિડીયારુ ઉભરાયુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

પરિક્રમા રૂટના આકાશી દૃશ્યો, જ્યા નજર કરો ત્યા માનવ મહેરામણ

આ વખતે 8 લાખ લોકો આ પરિક્રમા કરવા માટે પહોંચ્યા છે. જ્યા નજર કરો ત્યાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. સમગ્ર પરિક્રમા રૂટ પર જય ગિરનારીના નાદ ગરવો ગઢ ગિરનાર ગૂંજી ઉઠે છે. યાત્રિકો તમામ ચિંતાઓથી મુક્ત બની મુક્તમને ગિરનારની ગોદમાં પ્રકૃતિના ખોળે વિહાર કરતા જોવા મળે છે. દૂર-દૂરથી અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ લીલી પરિક્રમા કરવા આવે છે અને ચાર દિવસની આ ગિરનારની પરિક્રમા પૂર્ણ કરે છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: ભાવનગર: મહુવાના કમર તોડ રસ્તાથી વાહનચાલકો પરેશાન, ઉમણિયાવદર ગામથી 10 ગામને જોડતો રસ્તો બિસ્માર- વીડિયો

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:44 pm, Fri, 24 November 23

Next Video