Ahmedabad : અમદાવાદ-ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 28થી વધારે ઈજાગ્રસ્ત, જુઓ Video
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદ - ઇન્દોર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભથવાડા ગામ પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદ – ઇન્દોર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ભથવાડા ગામ પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 28 પેસેન્જર ઈજાગ્રસ્ત થયા છે.
અમદાવાદથી ભોપાલ જતી બસ ટ્રકની પાછળ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. બસમાં ફસાયેલા તમામ પેસેન્જરોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે. અકસ્માતમાં 8 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે. 20 પેસેન્જરોને સામાન્ય ઈજા થઈ હતી. બસના ચાલકને અમદાવાદ અને અન્ય ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલમાં દાખલ કરાયા છે.
અમદાવાદના સિંધુ ભવન રોડ પર સર્જાયો હતો અકસ્માત
બીજી તરફ આ અગાઉ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી મેંગો રેસ્ટોરન્ટ સામે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.