Anand : ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 29 નબીરાઓ ઝડપાયા, જુઓ Video

| Edited By: | Updated on: May 01, 2023 | 9:12 AM

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવનાર સામે પોલીસ લાલ આંખ કરી છે. આ અંગે દારૂની બદીને નાથવા પોલીસ સર્વેલન્સમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી. જેમાં અન્ય જિલ્લાઓમાંથી આવી ફાર્મ હાઉસમાં પાર્ટી કરવાનું 26 લોકોને ભારે પડ્યું છે.

ગુજરાતને દારૂનું લાંછન લગાવનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે આ અંતર્ગત પોલીસ દ્વારા બાતમીને આધારે વધુમાં વધુ કેસો પકડી પાડવા માટે સતર્ક બની છે. ત્યારે આણંદમાં દારૂની મહેફિલ પર આંકલાવ પોલીસે દરોડા પડ્યા છે. દારુની મહેફિલ ચાલી રહી હતી જે દરમ્યાન પોલીસે દરોડા પાડતા નબીરાઓમાં નાસભાગ મચી હતી. આણંદના સ્વપ્નભૂમિ ફાર્મ હાઉસ ખાતે દારૂની મહેફિલ ચાલી રહી હતી, જે દરમ્યાન પોલીસે મહેફિલમાં ભંગ પાડ્યો હતો. પોલીસની કાર્યવાહી દરમ્યાન 26 જેટલા લોકો રંગેહાથ ઝડપાયા હતા.

આ પણ વાંચો : આણંદમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવનાર સામે પોલીસ લાલ આંખ કરી છે. આ અંગે દારૂની બદીને નાથવા પોલીસ સર્વેલન્સમાં હતી તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી. આણંદના એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ કે જેમાં અન્ય જિલ્લાઓ માંથી આવી ફાર્મ હાઉસમાં પાર્ટી કરવાનું 26 લોકોને ભારે પડ્યું છે. પોલીસ દરોડા દરમ્યાના પકડાયેલા તમામ આરોપીઓ વડોદરાના હોવાનું સામે આવ્યુ હતું. પકડાયેલા તમામ આરોપીઑ સામે આંકલાવ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…