Junagadh: ગુરુ ગોરક્ષનાથ શિખર પર 26 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ, ​​​​​151 કિલો પિત્તળનો ધજાસ્તંભ ઊભો કરાયો

જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત ગુજરાતીઓના ગૌરવ હોવાની સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ છે. ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરક્ષનાથ મંદિર પર અનેક લોકોને આસ્થા છે. જેથી અંહીના શિખર પર 26 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 12:13 PM

પ્રથમવાર ગુજરાતના જુનાગઢ (Junagadh)માં આવેલા સૌથી ઊંચા ગિરનાર પર્વત (Girnar Mountain) પર ધર્મની ધજા ફરકાવવામાં આવી છે. ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરક્ષનાથ શિખર (Guru Goraksanath Shikhar) પર 26 ફૂટ લાંબી ધજા (Flag) ચઢાવાઈ છે. તેમજ 151 કિલો વજન ધરાવતો પિત્તળનો ધજા સ્તંભ જયપુરથી મગાવી સ્થાપિત કરવામાં આવ્યો છે.

જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત ગુજરાતીઓના ગૌરવ હોવાની સાથે શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર પણ છે. ગિરનાર પર્વત પર આવેલા ગુરુ ગોરક્ષનાથ મંદિર પર અનેક લોકોને આસ્થા છે. જેથી અંહીના શિખર પર 26 ફૂટ લાંબી ધજા ચઢાવાઈ છે. સંતો અને ભક્તોએ પૂજા વિધિ કરી મંદિરના શિખર પર સ્તંભ ઉભો કર્યો હતો. જેના પર ધજા લગાવવામાં આવી હતી. મંદિરના શિખર પર ઉભો કરેલો પિત્તળનો ધજા સ્તંભ 151 કિલોનું વજન ધરાવે છે. તેમજ આ ધજા સ્તંભને ખાસ જયપુરથી મગાવી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ ધજાની સાથે 6 જર્મન સિલ્વરના છત્તર, 6 પિત્તળના કળશનું પણ રવિવારે સ્થાપન કરાશે.

ગરવા ગિરનારનું સૌથી ઊંચું શિખર ગુરુ ગોરક્ષનાથજી જમીનથી 3663 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. જેમા લોકો ઘણી આસ્થા ધરાવે છે. અહીં દેશ-વિદેશથી યાત્રાળુઓ દર્શન માટે આવતા હોય છે. ચોમાસા દરમિયાન મંદિર પર વીજળી પડતાં ઘુમ્મટ તૂટી ગયો હતો, જેથી તેનો હવે જીર્ણોદ્ધાર કરાયો છે. મંદિરના ઘુમ્મટનો જીર્ણોદ્ધાર થતા શ્રદ્ધાળુઓમાં ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો-

Anand: નશામાં ધૂત યુવતીએ મેલડી માતાના મંદિરમાં દારુનો છંટકાવ કર્યો, યુવતીના કારસ્તાનનો વીડિયો સામે આવ્યો

આ પણ વાંચો-

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">