Gujarati Video : ગુજરાત પોલીસ માટે સૌથી મોટો પડકાર બેફામ રફ્તાર, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા

|

Aug 02, 2023 | 12:38 PM

પોલીસ વિભાગની તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે.

અમદાવાદમાં (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ગંભીર અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. જે બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો Gujarati Video : અમદાવાદ શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બાળકોની સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી ઓછું હોવું જોઈએ

પોલીસ વિભાગની તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ઓવરસ્પીડના કેસમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video